એ જ શબ્દો મને ગમે છે, જે લાગણીને રજૂ કરે છે.

જ્યારે પ્રેમના સંબંધ પૂરાં થાય છે,
ત્યારે બંધાયેલ છેડા છૂટાં થાય છે.

કલ્પેશ વાસાણી 'મીત'

તને રંગોથી નહીં, મારા રંગથી રંગવી છે,
તું આવ નજીક, તને મારામય કરવી છે.

કલ્પેશ વાસાણી 'મીત'

રંગોથી પણ રંગીન જિંદગી બંને,
જો તું મને આ તારા રંગોથી રંગે.

કલ્પેશ વાસાણી 'મીત '

અધૂરી છે એ બધી જ તારી સુંદરતાઓ!
જો એને માણનાર કોઈ પ્રેમી ના મળે તો...

કલ્પેશ વાસાણી 'મીત'

કોઈ મનાવનાર મળે તો રિસાવામાં પણ મજા છે,
બાકી અમથું જ મૌન રહેવું એ તો એક સજા છે.

કલ્પેશ વાસાણી 'મીત'

કહે છે લાગણીથી લખાયેલ કાગળ,
કે તમે વધો મારી ચાહતમાં આગળ.

કલ્પેશ વાસાણી 'મીત'

?તમને જોઈ?
બાગમાં ખીલ્યાં ફૂલો
? પાનખરમાં ?

કલ્પેશ વાસાણી 'મીત'

પાનખરમાં ખીલ્યું ગુલાબ અચાનક બાગમાં,
લાગે છે કે પગલા પડયા છે તમારા બાગમાં.

કલ્પેશ વાસાણી 'મીત'

ઈચ્છા નથી માત્ર તારા હોઠોને જ સ્પર્શવાની,
મારી મંઝિલ તો છે તારા હૃદય સુધી પહોંચવાની.

કલ્પેશ વાસાણી 'મીત'

Read More