નમસ્તે મિત્રો, હું પ્રવિણા, હાલમાં મુંબઈમાં રહું છું. મને વાંચવાનો, લખવાનો અને પેઈન્ટિંગ્સનો શોખ છે. હું અલગ અલગ વિષયો પર લખું છું. મારાં રસપ્રદનાં વિષયોમાં નારી,સૌંદર્ય,સંબધો,પ્રેરણાદાયી લેખો,આધ્યાત્મિકતાં અને સાથે જ વાર્તાઓ, કવિતા,ગીતો પણ લખું છું. સાચું કહું તો જીવનમાં મને ક્યાં જવું છે શું પ્રાપ્ત કરવું છે, મારા જિંદગીનું ધ્યેય શું છે એની ખબર જ ના હતી. વાણિજ્ય પદવીનો અભ્યાસક્રમ પતાવી, મેં ખાનગી કંપનીમાં પણ કામ કર્યું, પણ મારું મન ક્યાં પણ લાગતું નહીં. મને વાંચવાનો શોખ અને લખતી પણ ખરી પણ ક્યારેય આ લખવાની કુશળતાને જલ્દીથી પારખી ના શકી. હું બીજાને બહુ જોતી, વધારે કરીને ટીવી પર આવતાં ટેલેન્ટ શો જોઇને કહેતી વાહ !ભગવાને આને કેટલી સારી આવડત આપી છે ગીત ગાવાની, કે પછી નાચવાની કે પછી બીજા હુન્નરોથી પ્રભાવિત થઈ જતી. અને એવી જ રીતે હું મારામાં રહેલાં કૌશલ્યને ઓળખી લેખનમાં આગળ વધતી ગઈ, હવે એક જ લક્ષ્ય છે સારું લખી સારી લેખિકા બનવા માગું છું. સાથે વાંચકો સુધી મારી લેખિની પ્રતિભાને, કુશળતાપૂર્વક ખીલવવાં માટે, લગાદાર સફળ પ્રયાસોથી સંતુષ્ટ આનંદ લેવા માગું છું. ખૂબ આભાર પ્રવિણા