મારા જીવન માં મોજ છે અને મોજમાં મારૂ જીવન છે, કવિતા લખવા માટે મારી પાસે શબ્દો છે અને શબ્દો પાસે મારી હાસ્ય પરી છે...

પહેલીવાર એ આવી મારી સામે ત્યારે
એ એક સુંદર પરી જેવી દેખાતી હતી
અમારી ચૉકની સાક્ષીએ દોસ્તી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ બાળકી પહેલીવાર રડી હતી
કેવું જોઈને મને એ રોજ હસતી હતી
બકબકથી મારી એ કંટાળી જતીહતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે રીસાઈને ઘર માથે લેતી હતી
Get Out કહીને મને ભગાવતી હતી
આમ, આંખો કાઢી મને ડરાવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ Teddy માટે ઝઘડતી હતી
પ્રોફેસર બનીએ સૌને ભણાવતી હતી
'ને રોજ મને કંઈક નવું શીખવતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ રુમઝુમ સ્કુલમાં જતી હતી
કાળી આંખમાં કાજળ આંજતી હતી
'ને ધીમે ધીમે એ તો કેવું બોલતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ પા-પા પગલી ચાલતી હતી
રોજ એની સુંદરતા હું ય લખતી હતી
એના ગુસ્સામાં પણ હું હસતી હતી
પણ 'કેવી લાગતી હશે!' એ ઢિંગલી
જ્યારે એ ગાગર લઇને રમતી હતી.
P. K...
Dobrener Ni Duniya

Read More

follow me on instagram...

My poem at Banaskantha News paper @Banas Bachavo